મોરબી : મોરબીમાં કેસરબાગ પાસે એલઇ કોલેજના રસ્તે રોડની કામગીરી દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી જતા પાણીના ફુવારા ઉડી રહ્યા છે. અહીં પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હોય તંત્ર દ્વારા તાકીદે આ પાઈપલાઈનનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.