હરબટીયાળી હાઈસ્કૂલનો ગ્રીન ગ્રેઈન ક્લીનર પ્રોજેક્ટ ઝોન કક્ષાએ ભાગ લેશેટંકારા : તારીખ 3 ડિસેમ્બર થી 5 ડિસેમ્બર સુધી વાંકાનેરની ચંદ્રપુરની મોહમદી લોકશાળા ખાતે જિલ્લા કક્ષાનો મોરબી જિલ્લાનું માધ્યમિક અને ઉત્તર માધ્યમિક મોરબીની તમામ તાલુકાની SVS કક્ષાએથી પ્રથમ નંબર આવેલ તમામ શાળાઓનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. અહીં SVS ટંકારા તાલુકામાંથી પ્રથમ નંબર મેળવ્યા બાદ જિલ્લા કક્ષાએ હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શાળા હાઈસ્કૂલ હરબટીયાળીનો પ્રથમ નંબર આવ્યો છે.હરબટીયાળી હાઈસ્કૂલમાંથી G2 Green Grain Cleaner ટુલ્સ રજૂ કરાયું હતું જે સંપૂર્ણ સોલાર અને બેટરી સંચાલિત અનાજ સાફ કરવાનું મશીન છે. જેનો ટકાઉ વિકાસ- સબસ્ટેનેબલ એગ્રીકલ્ચર વિભાગમાં મોરબી જિલ્લામાં પણ પ્રથમ નંબર આવ્યો છે. જે હવે ઝોન કક્ષાએ ભુજ ખાતે ભાગ લેવા માટે જશે. આ તકે કૃતિ બનાવનાર અને તેમાં ભાગ લેનાર ધો.9માં અભ્યાસ કરતા મુછારા પંછી રોહિતભાઈ અને ચંડાટ હિર કૌશિકભાઈ બંને બાળ વૈજ્ઞાનિકો તથા કૃતિના માર્ગદર્શક એવા શાળાના શિક્ષક જયદીપભાઈ સિદ્ધપુરાએ શાળાને ગૌરવ અપાવ્યું છે. આ સિવાય ટૂલ્સ બનાવવામાં ક્રિષ્નાબેન સંઘાણી તથા પ્રજ્ઞાબેન પાગડાએ પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સફળતા બદલ સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે તથા તમામ કર્મચારીનો આભાર વ્યકત કર્યો છે.