મોરબી: રાષ્ટ્રના ઉત્થાન અને રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી સમાજ જીવનના વિવિધ વિષયોનું તાર્કિક, વૈજ્ઞાનિક અને વ્યવહારિક અધ્યયન, સંશોધન અને સાહિત્ય નિર્માણના ઉદ્દેશ્ય સાથે કાર્યરત અધ્યયન મંડળ - મોરબી દ્વારા તા. 18/12/2025 ને ગુરૂવારના રોજ રાત્રે 09:00 થી 10:15 વાગ્યા સુધી ગાયત્રી સેવા કેન્દ્ર, નવા હાઉસિંગ બોર્ડ, છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, શનિદેવના મંદિર પાછળ વાળી શેરી, મોરબી ખાતે 49મી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યશાળા 'શિક્ષણમાં ભારતીયતા: વર્તમાન અને ભવિષ્ય' વિષય પર રાખવામાં આવ્યો છે. આ કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત અભિલેખા ગાર પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ તેમજ અતિથિ તરીકે સ્વર્ણિમ શાળા સંચાલક મંડળ - મોરબીના પ્રમુખ નીલેશભાઈ કુંડારિયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પ્રણવનાદ, પરિચય, આવશ્યક સૂચના, વિષયનું પ્રતિપાદન, ચર્ચા અને સમાપન નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી અધ્યયન મંડળના સભ્યો તથા રસ ધરાવતા સૌને માનસિક પૂર્વ તૈયારી સાથે ઉપસ્થિત રહેવા અધ્યયન મંડળ મોરબીના સંયોજક અને સહસંયોજક દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.