મોરબી : મોરબીમાં નવલખી રોડ, સેન્ટ મેરી સ્કૂલ પાછળ, લાયન્સનગર ખાતે આવેલ રામજીબાપાની મેલડી મંદિરે તા. 13-12-2025ને શનિવારના રોજ આઈશ્રી ખોડિયાર માતાજી, મોમાઈ માતાજી તથા શ્રી મેલડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 13ના સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, શુભ ચોઘડિયે ભુવાના સામૈયા, સાંજે 7 કલાકે મહાઆરતી, 7:30 કલાકે મહાપ્રસાદ, રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ તથા તા. 14ને રવિવારના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી વધામણા કરવામાં આવશે. આ માંડવામાં અરવિંદભાઈ ભુવા તથા રાજુભાઈ ભુવા ખાસ ઉપસ્થિત રહેશે.