વાંકાનેર: 67-વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ગુરુવારના રોજ વાંકાનેર તાલુકાના કાશીપર ગામની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન ધારાસભ્યે ગ્રામજનોના લોક પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. તેમણે સ્થળ પર જ જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને ગ્રામજનોને વહેલી તકે તમામ પ્રશ્નોના નિરાકરણ માટેની ખાતરી આપી હતી.