મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 12 ડિસેમ્બર ને ગુરુવારના રોજ 3090 ક્વિન્ટલ એટલે કે 15450 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1552 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 517 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1280 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 576, તલના 2180, જીરુંના 3780, બાજરાના 440, સીંગફાડાના 1235, મગના 1412, અડદના 1030, ચણાના 972 અને સોયાબીનના 777 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1400, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 1200, ટમેટાના 700, કોબીજના 280, કાકડીના 560, લીંબુના 500, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.