મોરબી : મોરબી શહેરની અંદર તો ઠીક બાયપાસ પર પણ હવે ટ્રાફિકના દ્રશ્યો રોજિંદા બની ગયા છે. આજે સવારના સમયે શનાળા બાયપાસ પર વાવડી ચોકડીથી દલવાડી સર્કલ સુધી ટ્રાફિકજામ સર્જાયો છે. અનેક વાહનચાલકો અહીં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.