ત્રણ પશુપાલકોની ભેંસ અને પાડી ચોરાઈ જતા પોલીસ ફરિયાદહળવદ : મોરબી જિલ્લામાં ઘરફોડી, વાહન ચોરી અને કારખાનામાં ચોરીની ઘટનાઓ વચ્ચે હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાંથી તસ્કરો ત્રણ પશુપાલકોની ત્રણ ભેંસ અને એક પાડી સહિત એક લાખના જીવિત પશુઓની ચોરી કરી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રતાભેર ગામે રહેતા મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરિયાએ અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમની વાડીએ બાંધેલ એક ભેંસ તેમજ એક પાડી મળી 40 હજારના જીવિત બે પશુઓ ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરો સાહેદ અરજણભાઈ તેમજ વાઘજીભાઈની વાડીએથી પણ એક એક ભેંસ ચોરી કરી કુલ 1 લાખના જીવિત પશુઓ ચોરી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.