મોરબી : મોરબીના દાઉદી પ્લોટ-1માં ભૂગર્ભ ગટરના પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આજે સતત બીજા દિવસે આ પાણી ઉભરાવવાની સમસ્યા સર્જાય છે. હાલ રોડ ઉપર ચાલી ન શકાય તે રીતે ગટરના ગંદા પાણી ફરી વળ્યાં છે.