મોરબી : મોરબીના થોરાળા ખાતે તા. 13-12-2025ને શનિવારના રોજ બંગાવાડીના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. આ સાથે પાટીદાર સમાજની વાડી થોરાળા ખાતે સાંજે 6:30 કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.