મોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા 66 કેવી ભરતનગર સબ સ્ટેશનમાં આવતીકાલે તારીખ 12/12/2025 શુક્રવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે મહેન્દ્રનગર જેજીવાય,સનોરા ઇન્ડ.ફીડર બપોરે 2થી સાંજનાં 6 વાગ્યા સુધી બંધ રહેશે.ઉપર ફીડરમાં આવતી સોસાયટી, સોમનાથ પાર્ક તેમજ ક્રાંતિનગર વિસ્તાર, જનકપુરી સોસાયટી તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાંક,વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.