મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડિસેમ્બર 2025 ને ઊર્જા બચત માસ તરીકે ઉજવી રહ્યું હોય જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડવા તેમજ ઊર્જા બચતનો હેતુ સિદ્ધ કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.વધુમાં તારીખ 8 ડિસેમ્બર થી 13 ડિસેમ્બર દરમિયાન સલામતી સપ્તાહ તરીકે ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે તારીખ 13 ડિસેમ્બરના રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા વીજ સલામતી બાબતે સામાન્ય જનતાને અવગત થાય તે હેતુ અંગેનું આયોજન કરાયું છે. આ રેલી સવારે 9-30 કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડ - ગેંડા સર્કલ - મયુર પુલ - નગર દરવાજા - રવાપર રોડ - બાપા સીતારામ ચોક - નવા બસ સ્ટેન્ડ - ભક્તિ નગર સર્કલ સુધી ફરશે તેમ પીજીવીસીએલ વર્તુળ કચેરી મોરબીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડીયાએ જણાવ્યું છે.