5થી 6 દિવસથી માટીના ઢગલા યથાવત રહેતા ટ્રાફિકની સમસ્યા પણ વકરી : તંત્ર તાત્કાલિક પગલાં લ્યે તેવી માંગમોરબી : મોરબીમાં અયોધ્યાપુરી રોડ પર આસ્વાદ પાન પાસે ભુગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ માટીના ઢગલા હજુ પણ અહીં નડતરરૂપ થાય તે રીતે પડ્યા હોવાના કારણે દરરોજ વાહનચાલકોને હાલાકી પડી રહી હોવાની રાવ ઉઠી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના આસ્વાદ પાન વાળા રોડ ઉપર જ્યાં દરરોજ વાહનોની વધુ પ્રમાણમાં અવરજવર હોય છે. અહીં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયાને 5થી 6 દિવસ જેટલો સમય થઇ ગયો છે. છતાં પણ અહીં માટીના ઢગલા યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જે રોડ ઉપરથી પસાર થતા વાહનોને નડતરરૂપ સ્થિતિમાં છે. આ માટીના ઢગલાને કારણે દરરોજ ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. સાથોસાથ ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. જેથી મહાપાલિકા તાત્કાલિક કોન્ટ્રાક્ટરને સૂચના આપી આ માટીના ઢગલા અહીંથી હટાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.