મોરબી: મોરબી મહાનગરપાલિકા હવે વિકાસ પરવાનગી સંબંધિત અરજીઓ માત્ર eNagar પોર્ટલ પર જ સ્વીકારાશે 01/01/2025ના રોજ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જે ઓફલાઈન પ્રક્રિયા અમલમાં હતી, તેને હવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે.મહાપાલિકા દ્વારા જાહેર કરાયા મુજબ, રાજ્ય સરકારનું eNagar ઓનલાઈન પ્લેટફોર્મ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયું છે. હવેથી, વિકાસ પરવાનગી સંબંધિત તમામ અરજીઓ, જેમાં બિલ્ડીંગ યુઝ પરમિશન (BU), ઝોનિંગ સર્ટિફિકેટ, પાર્ટ પ્લાન, અને POR (પર્શન ઓન રેકર્ડ) રજીસ્ટ્રેશન જેવી બાબતોનો સમાવેશ થાય છે, તે ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે.આ નવી વ્યવસ્થાને કારણે અરજદારોના સમયની બચત થશે અને તેમને મહાનગરપાલિકાની કચેરીની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. મહાનગરપાલિકા દ્વારા અરજી પરની કાર્યવાહી પણ ત્વરિત કરવામાં આવશે. સંબંધિત પર્શન ઓન રેકર્ડ (POR) અને અરજદારોને આ ફેરફારની ખાસ નોંધ લેવા જણાવાયું છે.