મોરબી: તારીખ 04/12/2025 ના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર, નાયબ કમિશનર (પ્રોજેક્ટ) અને આવાસ યોજનાની ટીમ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) ના આવાસોની સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. વિઝિટ દરમિયાન, જે આવાસો બંધ હાલતમાં જોવા મળ્યા હતા, તેવા આવાસોનું કમિશનરની સૂચના મુજબ આવાસ ટીમ દ્વારા રાત્રિના સમયે રી-વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું.કમિશનર દ્વારા આવાસ યોજનામાં જે લાભાર્થીઓ આવાસોનો કાયમી ધોરણે ઉપયોગ કરતા નથી, તેવા આવાસોને રદ્દ કરવા માટેની કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે મહાપાલિકા દ્વારા સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આવાસનો કાયમી ધોરણે ઉપયોગ કરવા અને આવાસ યોજનાની સાઇટને સ્વચ્છ રાખવા તમામ લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.