હળવદ : હળવદના રાતાભેર ગામેથી ચોરાયેલ 4 ભેંસને પોલીસે શોધી કાઢી ચોરીને અંજામ આપનાર શખ્સને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર રાતાભેર ગામની સીમમાંથી મુકેશભાઇ હેમુભાઇ ઇન્દરીયા ઉ.વ.37 રહે વાળા તથા અન્ય બે લોકો3 પોતાની વાડીએ બાંધેલ 4 ભેંસ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. હળવદ પોલીસે બાતમી આધારે વાંકીયા ગામની સીમમાંથી જયંતીભાઇ છગનભાઇ સોનગઢી ઉ.વ 42 હાલ રહે. ધરમપુર ટીબડીવાળાને 4 ભેંસ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.