મોરબી : માળિયા મિયાણાના જાજાસર ગામની સીમમાં આવેલી એક પવન ચક્કીમાં ઉપરના ભાગે અને નીચે પેનલના ભાગે આગ લાગી હોવાની ગત મોડી રાત્રે ઘટના બની હતી. આ અંગે રાત્રે 11:46એ ફાયરની ટીમને કોલ મળતા તેઓએ ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી હતી.