સાયબર માફિયાઓ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવેલ 89.79 લાખ ચેક અને એટીએમથી ઉપાડી કર્યા હતા સગેવગેદિલ્હી સાયબર ક્રાઈમ પોલીસે મોકલાવેલ લિસ્ટ બાદ સાયબર ક્રાઈમ સહિતની પોલીસ ટીમની કાર્યવાહીમોરબી : દેશમાં ઓનલાઈન ફ્રોડ અને ડિજિટલ ઍરેસ્ટના બનાવમાં સાયબર માફિયાઓ ખંડણી અને છેતરપિંડીથી મેળવેલ રકમ મ્યુલ એટલે કે ભાડાના બેન્ક એકાઉન્ટમાં જમા કરતા હોય છે. મોરબી શહેર જિલ્લામાં પણ આવા અનેક મ્યુલ બેન્ક એકાઉન્ટમાં સાયબર માફિયાઓએ કરોડો રૂપિયા જમા કરાવ્યા હોય દિલ્હી અને ગાંધીનગર સાયબર ક્રાઈમની ટીમની તપાસમાં આવા બેન્ક એકાઉન્ટ મળી આવતા છેલ્લા બે દિવસથી કડક કાર્યવાહી શરૂ થઈ છે. જેમાં ગઈકાલે 15 આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો દાખલ થયા બાદ ગુરુવારે વધુ 6 આરોપીઓ વિરુદ્ધ માફિયાઓએ જમા કરાવેલ 89.79 લાખ રૂપિયા એટીએમ અને ચેકથી ઉપાડી સાયબર માફિયાઓ સુધી આ રકમ પહોંચાડવા સબબ કાર્યવાહી કરી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહેલા સાયબર માફિયાઓ નિર્દોષ લોકોને ઓનલાઈન છેતરપિંડી, અલગ અલગ એપ્લિકેશન મોકલી બેન્ક એકાઉન્ટ સાફ કરી નાખવા તેમજ ડિજિટલ ઍરેસ્ટ કરી નાણાં પડાવી આવા નાણાં મ્યુલ એટલે કે ભાડાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા હોય છે. મોરબી જિલ્લામાં પણ એક આખી ટોળકી આવા કૃત્યમાં સંડોવાયેલ હોવાનું અને ઠગાઈથી મેળવેલ નાણાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા થયા બાદ આ નાણાં એટીએમથી કે ચેકથી ઉપાડી સાયબર માફિયાઓ સુધી એજન્ટ મારફતે પહોંચાડતા હોવાનું સામે આવતા ગાંધીનગર અને દિલ્હી સાયબર ક્રાઈમ પોલીસે જાહેર કરેલા લિસ્ટ મુજબ આવા અલગ અલગ બેન્ક એકાઉન્ટ ધારકો સામે પોલીસે ઝુંબેશરૂપે કામગીરી કરી ગઈકાલે 15 બાદ ગુરુવારે વધુ છ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી.વધુમાં સાયબર ક્રાઈમ પોલીસે મ્યુલ એકાઉન્ટ મારફતે રૂ.89,79, 065 રકમ અલગ અલગ બેંકમાં જમા થયા બાદ આ રકમ ઉપાડી સગેવગે કરનાર આરોપી (1) યશ મહેશભાઇ વાધડીયા રહે. સો-ઓરડી (2) કમલ જયેશભાઇ રાણપરા રહે. ખોખાણી શેરી જૈન ઉપાશ્રયની સામે મોરબી (3) દિપકદાસ કાન્તીદાસ વૈષ્ણવ રહે. સોની બજાર નકલંક ચોક ઇન્દ્રા એપાર્ટમેન્ટ, રાજકોટ (4) દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે. અનંતનગર, ઉમા ટાઉનશીપની બાજુમાં મોરબી (5) આયુષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે. અનંતનગર, ઉમા ટાઉનશીપની બાજુમાં મોરબી વાળાઓની ધરપકડ કરી હતી. મ્યુલ એકાઉન્ટ મામલે સિન્ડિકેટ બનાવી નાણા સગેવગે કરવાંમાં આરોપી (6) વિરલ હિમંતભાઇ ઇસલાણીયા (ગજજર) રહે.રવાપર રેસીડેન્સી રિધ્ધી-સિધ્ધી સોસાયટી ઇસ્કોન હાઇટસ, રવાપર રોડ મોરબી વાળાની મુખ્ય ભૂમિકા હોય તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. હજુ પણ અનેક આવા મ્યુલ એકાઉન્ટ ધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે.