મોરબી : મોરબી શહેરમાં ગાયત્રીનગર પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા સાવનભાઈ હિતેશભાઇ માલકીયાએ પોતાના ઘર પાસે પાર્ક કરેલું જીજે - 36 - એબી - 4691 નંબરનું રૂ.30 હજારની કિંમતનું બાઈક ગત તા.8 ડિસેમ્બરના રોજ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ જતા વાહન ચોરીની આ ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.