મોરબી : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત અસાધારણ હાઈટના આધારે તા. 1-1-2011 પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે તા.19-12-2025ના રોજ સવારે 9 કલાકે નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.તા.1-1-2011 પછી જન્મેલા બહેનો કે જેમની ઊંચાઇ 163 સેન્ટિમીટરથી વધુ હોય અને 1-1-2011 પછી જન્મેલા ભાઈઓ કે ઊંચાઇ ૧૭૩ સેન્ટિમીટરથી વધુ હોય તે આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ઇચ્છુક ભાઈઓ-બહેનોએ આધારકાર્ડ અને જન્મ તારીખના દાખલા સાથે નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે ઉપસ્થિત રહેવું. વધુ વિગતો માટે મો. 7573809401 ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.