બેઠકોની નવી રચના જાહેર, 11 બેઠકો રદ થઈ, નવી 7 બેઠકો ઉમેરાય : બેઠકોની અનામત ફાળવણી પણ જાહેર કરી દેવાયમોરબી : મોરબીમાં મહાનગરપાલિકા આવ્યા બાદ નજીકના કેટલાક ગામડાઓ તેમાં ભળી જતા મોરબી તાલુકા પંચાયતની બેઠકોમાં ધરખમ ફેરફારો આવ્યા છે. આજે તાલુકા પંચાયતની નવી બેઠક રચના જાહેર કરી દેવાય છે. આ સાથે જ બેઠકોની અનામત ફાળવણી પણ જાહેર કરાઈ છે.મોરબી તાલુકા પંચાયતમાં અગાઉ 26 બેઠકો હતી. જેમા ભડિયાદ, ખારચિયા, મહેન્દ્રનગર 1, મહેન્દ્રનગર 2, નાની વાવડી, સદુળકા, રવાપર 1, રવાપર 2, શક્ત શનાળા, ત્રાજપર 1 અને ત્રાજપર 2 મળી કુલ 11 બેઠક રદ થઈ છે. તો બીજી તરફ બેલા આમરણ, લાલપર, ઘુનડા (સજ્જનપર), લક્ષ્મીનગર, નીચી માંડલ, રાજપર, વનાળિયા મળીને 7 બેઠક નવી બની છે. આમ નવી 22 બેઠકો જાહેર કરવામાં આવી છે.કુલ 22 બેઠકો જેમાં 1 બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી, 1 બેઠક અનુસૂચિત જાતિ સામાન્ય, 1 બેઠક અનુસૂચિત આદિ જાતિ સામાન્ય, 3 બેઠક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી, 3 બેઠક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય, 7 બેઠક સામાન્ય સ્ત્રી અને 6 બેઠક બિન અનામત રાખવામાં આવી છે. અનુસૂચિત જાતિ સ્ત્રી માટે જાંબુડીયા, અનુસૂચિત જાતિ માટે મકનસર, અનુસૂચિત આદિ જાતિ માટે લાલપર, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી માટે આમરણ, બગથળા, બેલા,સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ગાળા, ઘુનડા, ઘુંટુ, સામાન્ય સ્ત્રી માટે જેતપર, જુના નાગડાવાસ, ખાખરાળા, ખાનપર, ખરેડા, લક્ષ્મીનગર, મોડપર, બિન અનામત સામાન્ય માટે નીચી માંડલ, પંચાસર, પાનેલી, પીપળી, રાજપર, વનાળીયા બેઠક રખાય છે. તાલુકા પંચાયતની બેઠકો અને તેમાં આવતા ગામોની યાદી1. આમરણઆમરણ, ડાયમંડ નગર, જીવાપર (આ), ધુળકોટ 2. બગથળા બગથળા, બરવાળા, બીલીયા 3. બેલા (આ)બેલા (આ), ખારચીયા, ઓમનગર, રામપર પાડાબેકર, ઝીંઝુડા, સોલંકીનગર, ઉટબેટ શામપર, ફડસર, રાજપર કુંતાસી4. ગાળા ગાળા, વાઘપર, પીલુડી, જશમતગઢ, સાપર ,રાપર, અણીયારી 5. ઘુનડા (સ)ઘુનડા(સ), લખધીરનગર, અદેપર 6. ઘૂંટુ ઘૂંટુ 7. જાંબુડીયા જાંબુડીયા 8. જેતપર જેતપર , ચકમપર , જીવાપર (ચ), કેશવનગર9. જુના નાગડાવાસ જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, ગુંગણ, કૃષ્ણનગર, રવાપર નદી, શક્તિનગર, ભક્તિનગર10. ખાખરાળા ખાખરાળા, ખેવાળીયા, નારણકા, માનસર, પીપળીયા 11. ખાનપર ખાનપર, કોયલી, રામગઢ કોયલી, બાદનપર (આ)12. ખરેડા ખરેડા, વાંકડા, ઝીંકીયાળી 13 લાલપર લાલપર, જોધપર નદી 14. લક્ષ્મીનગર લક્ષ્મીનગર, નવા સાદુળકા, જુના સાદુળકા, ભરતનગર, અમરનગર, કેરાળા, હરીપર (કે)15. મકનસર મકનસર, બંધુનગર16 મોડપર મોડપર, કાંતિપુર, કેરાળી, હજનાળી, વીરપરડા, લૂંટાવદર 17 નીચી માંડલ નીચી માંડલ, ઉચી માંડલ, અંદરણા, શનાળા (ત)18 પંચાસર પંચાસર, માણેકવાડા, અમરાપર (ના), ગાંધીનગર, નાગલપર, મોટીવાવડી, ફાટસર19 પાનેલી પાનેલી, કાલિકાનગર, ગીડચ, લખધીરપુર20 પીપળી પીપળી, રંગપર, બેલા (રં)21. રાજપર રાજપર, થોરાળા, ચાંચાપર 22. વનાળીયા વનાળીયા, જેપુર, ગોરખીજડિયા, ટીંબડી, ધરમપુર