ટંકારા : ટંકારાની જબલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ-2025માં ઉમદા પ્રદર્શન કરીને શાળા અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. શાળાની બહેનોએ વિવિધ રમતોમાં ધમાકેદાર દેખાવ કરીને નોંધપાત્ર મેડલ અને પ્રમાણપત્રો પર કબજો જમાવ્યો છે. જેમાં અંડર-9 બ્રોડ જંપમાં ધ્યાનીબેન આદ્રોજાએ બીજું સ્થાન, અંડર-11 50 મીટર દોડમાં નિરાલીબેન કંઝારિયાએ બીજું સ્થાન, અંડર-11 ચેસમાં તિથીબેન નમેરાએ બીજું સ્થાન, અંડર-14 200 મીટર દોડમાં સુહાનીબેન પાણએ બીજું સ્થાન, અંડર-17 400 મીટર દોડમાં ખુશીબેન અઘારાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ તમામને શાળાના આચાર્ય, તમામ શિક્ષકો, SMC (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી)ના સભ્યો, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ અભિનંદન પાઠવ્યા હતા.