મોરબી : મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.2ની વિદ્યાર્થિનીઓએ પ્રકૃતિ શિબિરમાં જોડાઈને અનુભવ જન્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.2 શહેરી વિસ્તારમાં આવેલી સરકારશ્રીના પીએમશ્રી પ્રોજેક્ટમાં પસંદ થયેલી શાળા છે. તે અન્વયે ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને એક્સપોઝર વિઝીટ અંતર્ગત રામપરા અભ્યારણ્યની પ્રકૃતિ શિબિર કરાવવામાં આવી હતી. પર્યાવરણ અંગે જાગૃતિ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, પ્રદૂષણ, વૃક્ષારોપણ, વિવિધ પક્ષીઓના અવાજ, વિવિધ વનસ્પતિઓના ઉપયોગો, વિવિધ પશુ પ્રાણીઓની વિશેષતાઓ વગેરેની માહિતી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંકાનેરના અધિકારીઓએ વિદ્યાર્થિનીઓને આપી હતી. વિદ્યાર્થિનીઓની કાળજી માટે શાળાના શિક્ષકો તેમજ સીઆરસી કોઓર્ડીનેટરે ભારે જહેમત ઉઠાવી હતી.