મોરબી: દક્ષિણ રેલવેમાં સ્થિત મીલવિટ્ટાન-તૂતિકોરિન સેક્શનમાં ડબલ ટ્રેક કામગિરીના લીધે,19/12/2025 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19568 ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ ઓખાથી પ્રસ્થાન કરીને કોવિલપટ્ટી સ્ટેશન સુધી જ જશે. આ રીતે આ ટ્રેન કોવિલપટ્ટી અને તૂતિકોરિનની વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. તેવી જ રીતે, 21/12/2025 ના રોજ તૂતિકોરિનથી ઉપડનારી ટ્રેન નંબર 19567 તૂતિકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ તૂતિકોરિનના બદલે કોવિલપટ્ટીથી પ્રસ્થાન કરીને ઓખા સુધી જશે. આ રીતે આ ટ્રેન તૂતિકોરિન અને કોવિલપટ્ટીની વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.રેલવે યાત્રીઓને અપીલ કરાઈ છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.