વહેલી સવારે તેમનો પાર્થિવ દેહ વતન આવી જશે : ગેંડા સર્કલથી સોનપુરી સ્મશાન સુધી અંતિમયાત્રા યોજાશેમોરબી : મોરબીના જવાન ગણેશભાઈ મનસુખભાઈ પરમાર સિકંદરાબાદમાં ફરજ બજાવતી વેળાએ તા.9ના રોજ શહીદ થયા છે. આવતીકાલે ગુરૂવારે વહેલી સવારે તેમનો પાર્થિવ દેહ મોરબી આવી પહોંચશે. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળશે. અંતિમયાત્રા ગુરુવારે સવારે 9 વાગ્યે ગેંડા સર્કલથી શરૂ થશે. જે મયુર પુલ, શક્તિ ચોક,નહેરુ ગેટ,સિવિલ હોસ્પિટલ, સરદાર બાગ, ઉમિયા સર્કલ, ભક્તિ નગર સર્કલ, શનાળા રાજપર ચોકડી, ઘુનડા રોડ સભારાની વાડી ચિરાગ પાનની પાછળ, શનાળા રાજપર ચોકડી, ભક્તિ નગર સર્કલ, દલવાડી સર્કલ, પંચાસર ચોકડી અને ત્યાંથી સોનાપુરી સ્મશાને યાત્રા પૂર્ણ થશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઉ વીર શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પશે.