મોરબી : વડોદરા ખાતે તાજેતરમાં યોજાયેલ ઓલ ગુજરાત સપોર્ટ દિવ્યાંગ (મૂક બધિર) ખેલાડીઓની ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લાના આશિષ કલાભાઇ પરમારે શાનદાર પ્રદર્શન કર્યુ છે. તારીખ 4 થી 6 ડિસેમ્બર દરમિયાન યોજાયેલ આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આશિષ પરમારે ચક્ર ફેંક અને બરછી ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. જે બદલ બધિર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આશિષને અભિનંદન પાઠવાયા છે.