હવે રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશેટંકારા : ટંકારાની જબલપુર પ્રાથમિક શાળા (PM શ્રી ગુજરાત) જબલપુર ગામની બહેનોએ પ્રદેશકક્ષાના કલા મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેમાં જબલપુર ગામની બહેનોએ લોકનૃત્યમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. અને હવે તેઓ રાજ્ય કક્ષાએ પહોંચી છે. મહત્વનું છે કે, મહાકુંભ-2025માં લોકનૃત્ય (વયજૂથ: 21 થી 59 વર્ષ) સ્પર્ધામાં બીજો ક્રમ મેળવીને જબલપુર ગામની બહેનોનું જૂથ હવે રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ જૂથે પ્રદેશ કક્ષાએ કચ્છી લોકનૃત્યની ધમાકેદાર રજૂઆત કરીને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. અને હવે રાજ્ય કક્ષાએ પણ જિલ્લાનું નામ રોશન કરવા તૈયાર છે.મોરબી જિલ્લા સાંસ્કૃતિક વિકાસ અધિકારી, શાળાના શિક્ષકઓ તથા આખા ગામે બહેનોને ઉષ્માભર્યા અભિનંદન પાઠવ્યા છે અને રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ સાથે મોરબી જિલ્લાને વિજેતા બનાવવા શુભકામનાઓ આપી છે.