અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર અને મહિલા રિપ્રેઝન્ટેટિવ બિનહરીફ થયા હતામોરબી : મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે સેક્રેટરી પદ માટે બે ઉમેદવાર એ ફોર્મ ભરેલ હોય જેમાંથી એક ઉમેદવારે આજે ફોર્મ પરત ખેંચી લેતા સેક્રેટરીનું પદ પણ બિનહરીફ થયું છે. સેક્રેટરી પદ માટે સોલંકી જીતેન્દ્રભાઈ ડાયાભાઈ અને ધ્રુમિલ કિશોરભાઈ ભીમાણીએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી આજરોજ જીતેન્દ્રભાઈ ડાયાભાઈ સોલંકીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ધ્રુમિલ કિશોરભાઈ ભીમાણી સેક્રેટરી પદે બિનહરીફ થયા છે.આ ઉપરાંત આજરોજ કારોબારીમાંથી રવિ દિનેશભાઈ ચાવડાએ પણ ફોર્મ પરત ખેંચી લીધું હોય કારોબારી માટે કુલ સાત ઉમેદવારો મેદાનમાં છે. જેમાં કારોબારી સભ્ય પદ માટે દેવીપ્રસાદ કૈલાશભાઈ જોશી, હુસેનભાઈ અનવરભાઈ કટિયા, પ્રદીપભાઈ ધનજીભાઈ કંઝારિયા, પ્રદીપભાઈ કે. કાટીયા, ઘનશ્યામ બી.આદ્રોજા, નીતિનભાઈ ભીમજીભાઈ પાડલીયા, યોગેશભાઈ આર.પારેજિયા વચ્ચે ચૂંટણી યોજાશે.મોરબી બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર ( મહિલા અનામત), મહિલા રી-પ્રેઝન્ટેટિવ અને 5 કારોબારી સભ્ય(1 મહિલા અનામત) આમ કુલ 11 હોદાઓ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદ માટે દિલીપભાઇ આર. અગેચણીયા, ઉપપ્રમુખ પદ માટે પારેધી દીપકભાઈ વાલજીભાઇ, મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે ખુશ્બૂબેન યોગેશભાઈ કોઠારી, ટ્રેઝરર પદ માટે નિધિબેન ત્રિભોવનભાઈ વાધડીયા અને કારોબારી સભ્યમાં મહિલા અનામતમાં હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરીએ ફોર્મ ભર્યું છે. આ તમામ હોદાઓ માટે એક-એક ફોર્મ જ આવ્યા છે. માટે તેઓ બિનહરીફ છે. જ્યારે આજરોજ સેક્રેટરી પદ માટે અન્ય એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા સેક્રેટરી પદ પણ બિનહરીફ થયું છે.