મોરબી: દક્ષિણ મધ્ય રેલવેના કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેમાં 4 અને 11 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ તથા 1 અને 8 ફેબ્રુઆરી, 2026 ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા ટિટિલાગઢ, વિજયનગરમ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેનો ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનકાપલ્લી અને વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર નહીં જાય.રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરાઈ છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.