મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ઇનોવેશન ક્લબના કોઓર્ડીનેટર ડો. અનિલસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને પ્રદુષણ અટકાવવા અંગેના ઉપાયો, પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ રીતે ટાળવો, જેવી મહત્વની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. ડો. નાજાભાઈ કોડીયાતરે પ્રદૂષણ અટકાવવાના ઉપાયો એ બાબતે વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વિદ્યાર્થીઓને સમજાવી અને માહિતી પૂરી પાડી હતી. પ્રિન્સિપાલ ડો. રામભાઈ વારોતરીયાના અધ્યક્ષ સ્થાનેથી વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અંગેના સૂચનો કરવામાં આવ્યા હતા. તેમજ આવા કાર્યક્રમ થતા રહે તે માટે સૌને બિરદાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કવિતાબા ઝાલાએ કર્યું હતું.