મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 9 ડિસેમ્બર ને મંગળવારના રોજ 3090 ક્વિન્ટલ એટલે કે 15450 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1574 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 725 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1270 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 549, તલના 1935, જીરુંના 3730, બાજરાના 504, સીંગફાડાના 1298, અડદના 1250, ચણાના 990 અને સોયાબીનના 863 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1400, કારેલાના 700, ગુવારના 1500, ભીંડાના 1100, ટમેટાના 600, કોબીજના 300, કાકડીના 600, લીંબુના 500, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 260 સુધીના બોલાયા હતા.