ખેતર માલિક દ્વારા ભૂગર્ભ ગટર મારફત પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ, પણ ગટરની લાઈન નાની હોવાથી સોસાયટીમાં પાણી નિકાલનો પ્રશ્ન ઉદ્દભવતો હોવાની રાવમોરબી : મોરબીમાં ફરી આજે જન આંદોલન શરૂ થયું છે. વાવડી રોડ ઉપર સોસાયટીના રહેવાસીઓ અને એક ખેતરમાલિક વચ્ચે પાણી નિકાલની તકરારને પગલે સોસાયટીના રહીશોએ રોડ ઉપર અત્યારે સાંજના સમયે ચક્કાજામ શરૂ કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાવડી રોડ ઉપર સુમતિનાથ સોસાયટીના સ્થાનિકોએ ભુગર્ભ ગટર મારફત પાણીના નિકાલ બાબતે રોડ ઉપર ચક્કાજામ શરૂ કર્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેમની સોસાયટીની સામે એક ખેતર આવેલું છે. આજે તેના માલિકે જેસીબી બોલાવી ભૂગર્ભ ગટર મારફત પાણીના નિકાલની તૈયારીઓ કરી છે. પણ અહીં ભૂગર્ભ ગટરની લાઈન નાની છે. તેનો પાણી નિકાલ થાય તો સોસાયટીનું પાણી તેમાં જઈ શકતું નથી. 6 મહિના પહેલા પણ ખેતરના માલિકે ભૂગર્ભ ગટરનું કનેક્શન નાખ્યું હતું. જેના કારણે સોસાયટીનું પાણી ભૂગર્ભમાં જતું ન હતું. ત્યારે મહાપાલિકામાં રજુઆત કરી ગેરકાયદેસર કનેક્શન કપાવવામાં આવ્યું હતું. ફરીથી આજે જેસીબી લઈ ખેતર માલિક દ્વારા પાણી નિકાલની તૈયારીઓ રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી છે. તેમ સ્થાનિકોએ અંતમાં જણાવ્યું હતું.