મોરબી : ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઉત્તરાયણના પર્વમાં પક્ષી બચાવો અભિયાનમાં ઘાયલ પક્ષીના કલેક્શન સેન્ટર કરવા ઈચ્છતા હોય તેવા લોકોને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા છેલ્લા 6 વર્ષથી ઘાયલ પક્ષીઓ માટે અલગ અલગ જગ્યાએ કલેક્શન સેન્ટર કરવામાં આવે છે. આ વર્ષે પણ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં અલગ અલગ જગ્યાઓ ઉપર કલેક્શન સેન્ટર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં બાપા સીતારામ ચોક (સારવાર કેન્દ્ર), મહારાણા પ્રતાપ સર્કલ (સારવાર કેન્દ્ર), અવની ચોકડી, રવાપર ચોકડી, ફ્લોરા 158 રવાપર, સુપર માર્કેટ સામે અને પંચાસર રોડ આટલી જાગ્યો ઉપર કલેક્શન સેન્ટર નક્કી થઈ ગયા છે. હવે જે કોઈ લોકોએ અથવા સંસ્થા દ્વારા પક્ષી કલેક્શન સેન્ટર કરવું હોય તો તેમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા તમામ સહયોગ આપવામાં આવશે. આ સેન્ટર કરવા માટે મીનીમમ 4 સભ્યો તમે હોઈ તો 2 સભ્યો જ્યારે પક્ષી લેવાનો કોલ આવે ત્યારે જઈ શકે અને અન્ય બે મિત્રો સ્ટોલ ઉપર બેસી શકે. આ કલેશન સેન્ટર ફક્ત ઉત્તરાયણના દિવસે જ ચાલુ રાખવાનું છે. આ વખતે મહાનગરપાલિકાને 20 ડિસેમ્બર સુધીમાં તમામ લોકેશન નક્કી કરી તેની મંજૂરી લેવાની હોવાથી જેટલું બની શકે એટલું વહેલી જાણ કરવા જણાવાયું છે. વધુ માહિતી માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રના મો.નં. 7574885747 પર સંપર્ક કરવા જણાવાયું છે.