ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા મામલતદારને રજુઆતમોરબી : સીસીઆઈ દ્વારા ટંકારા તાલુકાના ખેડૂતો પાસેથી 'બી' ગ્રેડ કપાસ ખરીદવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા મામલતદાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવમાં આવ્યું કે, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ખેડુતો પાસેથી વર્ષ 2025-26ની કપાસની સી.સી.આઈ. દ્વારા ખરીદી ચાલુ થયેલ છે. જેમાં સી.સી.આર. દ્વારા ખેડૂતોનો કપાસ 'એ' ગ્રેડ જ લેવામાં આવે છે. 'બી' ગ્રેડના કપાસની ખરીદીની ના પાડે છે. અને ખેડૂતો કપાસ લઈને આવતા કપાસના વાહનને પરત મોકલે છે. આ સાલ ખેડૂતોનો કપાસ જે 'બી' ગ્રેડનો છે તે છેલ્લા માવઠાના વરસાદના કારણે કપાસ ઉભા છોડમાં પલળી ગયેલ છે. જે પલળી ગયેલ કપાસમાં 'બી' ગ્રેડમાં સમાવેશ થતો હોય તે કપાસની રિજેક્ટ કરીને ખરીદીની ના પાડે છે. જેથી ખેડૂતનો કપાસ સી.સી.આઈ દ્વારા ખરીદી થતી ન હોય તે કપાસ ખુલ્લા બજારમાં સસ્તા ભાવે વેચવો પડે છે. અને ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે. એકબાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કરે છે. પરંતુ ખેડૂતોની આવક અડધી થાય છે. આવી વાહિયાત વાતો કરીને ખેડૂતોને અન્યાય કરે છે અને ખેડૂતોની મશ્કરી કરે છે. જો આ અંગે સરકાર 'બી' ગ્રેડ ખરીદી સી.સી.આઈ. દ્વારા 8 દિવસમાં નહીં કરવામાં આવે તો ટંકારા તાલુકાના ખેડુતો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. જેથી તાત્કાલિક નિર્ણય લઈ ખેડૂતોની પડખે સરકાર ઉભી છે તેવું પુરવાર કરે છે.