મોરબી : શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ધ્રાંગધ્રા ગુરુકુલ દ્વારા આગામી 1 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી જનમંગલ કાર્યક્રમ ઉજવવાનો હોય તેના સંદર્ભે હળવદ તાલુકાના માનગઢ ગામે રથયાત્રા યોજી તેમજ રામજીચોક ખાતે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂ. ગુરુ રામપ્રકાશ સ્વામીની આગેવાની હેઠળ બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન રામજી મંદિર ચોકમાં યોજાયેલ રાત્રીસભામાં માનગઢના સર્વે હરિભક્તોએ સારો પ્રતિસાર આપ્યો હતો. આ દરમિયાન શેરીએ ગલીએ રથ ફેરવવામાં આવ્યો હતો. આ દરમિયાન રામજીચોકમાં ભજનપ્રકાશ સ્વામી અને માધવપ્રકાશ સ્વામીને જનમંગલ કાર્યક્રમની માહિતી આપી હતી. તેમજ ભજનપ્રકાશ સ્વામીએ કીર્તન ગાયા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.