મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી અને પ્રદેશ અજા મોરચા અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટયાની દેખરેખ હેઠળ મોરબી ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા 'ભારત રત્ન' ડૉ. ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પાટડી દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર તથા વક્તા તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અનિરુદ્ધસિંહ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત અધ્યક્ષા હંસાબેન પારધી, ટંકારા વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અશોક ચાવડા, યુવા મોરચા પ્રમુખ જયદીપ પટેલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મલ જારીયા, કિસાન મોરચાના પ્રમુખ ગણપતસિંહ ઝાલા, ભયાતી જાંબુડીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરા, હળવદ શહેર ભાજપ પ્રમુખ તપન રાજેન્દ્રભાઈ દવે, પ્રજ્ઞેશ વાઘેલા, મોરબી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રાજેશભાઈ પરમાર સહિત અનુ.જાતિ મોરચાના હોદ્દેદારો અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.