મોરબી : મહેન્દ્રનગર રામવાડી ખાતે ઘાટીલા અને ખરેડાના પાટીદાર પરિવારના દીકરા- દિકરીનો સગાઈનો પ્રસંગ હતો. આ દરમિયાન ઘાટીલાના ધર્મેન્દ્રભાઈ છગનભાઈ વિડજા અને ખરેડાના વડાવીયા મનુભાઈ બેચારભાઈએ પોતાના દીકરા-દીકરીના ઘડિયા લગ્ન કરાવવાનો નિર્ણય લીધો હતો. જે બાદ વર કલ્પેશભાઈ અને કન્યા પૂજાબેનના ઘડિયા લગ્ન કરાવ્યા હતા. અત્યાર સુધીમાં મોરબી માળિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા કુલ 1200 જેટલા ઘડિયા લગ્નનના આયોજન કરવામાં આવ્યા છે. આ ઘડિયા લગ્ન કરવા પાછળ સમાજને એ સંદેશ આપવામાં આવે છે કે, કેવી રીતે 1 દિવસના લગ્નનું આયોજન કરી સમય અને ખર્ચ પણ બચાવી શકાય છે. ત્યારે આ ઘડિયા લગ્ન કરનાર વર કન્યાને જેન્તીભાઇ સેરસિયા અને મણિભાઈ સરડવા દ્વારા બિરદાવા આવ્યા હતા.