મોરબી : મોરબી મહાપાલિકામાં ભળેલ રવાપર, મહેન્દ્રનગર, લીલાપર, ભડીયાદ, ત્રાજપર, માધાપર ઓજી, ઇન્દિરાનગર, જવાહરનગર, શકત શનાળા મળી ૯ ગ્રામ પંચાયત વિસ્તારોમાં રૂ.૨.૫૯ કરોડના વિવિધ રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે.મોરબી મહાનગરપાલિકા દ્વારા ૦૯ ગ્રામ પંચાયતોમાં રહેલ સ્વભંડોળ અંતર્ગત ગ્રામ પંચાયતના થયેલ ઠરાવ અન્વયે કામોની તાંત્રિક તથા વહીવટી મંજુરી આપી ગ્રામ પંચાયતના સ્વભંડોળ માંથી ૧) રૂ.૧૦.૧૬ લાખના ખર્ચે નાની વાવડી ખાતે સાંતી નગર સોસાયટીમાં પેવર બ્લોકનું કામ. ૨) રૂ.૧૯ લાખના ખર્ચે મહેન્દ્રનગર ખાતે સાગર ડેરી થી શંકરભાઈના ડીપો સુધી પેવર બ્લોકનું કામ. ૩) રૂ.૧૩.૮૬ લાખના ખર્ચે ઇન્દીરાનગર ખાતે પાણીના સંપથી દરબારની દુકાન સુધી પેવર બ્લોકનું કામ. ૪) રૂ.૪૬.૮૧ લાખના ખર્ચે રવાપર વિસ્તારમાં રામેશ્વર એપા.થી તપસ્યા એપા. સુધી સી.સી.રોડ, ૫) રૂ.૨૪.૩૫ લાખના ખર્ચે લીલાપર વિસ્તારમાં ગુરુદેવ સોસાયટી પાસે સી.સી.રોડનું કામ. ૬) રૂ.૧૫.૨૪ લાખના ખર્ચે ત્રાજપર વિસ્તારમાં હનુમાનજી મંદિર થી ઘુંઢ રોડ સુધી પેવર બ્લોકનું કામ, ૭) રૂ.૧૫.૦૧ લાખના ખર્ચે ત્રાજપર વિસ્તારમાં મેલડીમાના મંદિરથી ઘુંટુ રોડ સુધી પેવર બ્લોકનું કામ, ૮) રૂ.૮.૮૯ લાખના ખર્ચે ભડિયાદ વિસ્તારમાં રાજુભાઈ મોહનભાઈ વ્યાસના ઘરથી પંચવટી સુધી પેવર બ્લોકનું કામ. ૯) રૂ.૩.૯૧ લાખના ખર્ચે શનાળા વિસ્તારમાં કૃષ્ણ ચોક અને જુદી જુદી શેરી માં પેવર બ્લોક નું કામ, ૧૦) રૂ.૯.૨૩ લાખના ખર્ચે શનાળા વિસ્તારમાં સીન્ડી વાસ અને જુદી જુદી શેરી માં પેવર બ્લોક નું કામ અને ૧૧) રૂ.૯૨.૬૨ લાખના ખર્ચે અમરેલીથી બાયપાસ સુધી ડામર રોડનું કામ આમ કુલ ૧૧ કામોની અંદાજીત રકમ રૂ.૨૫૯.૦૦ લાખના થાય છે. આ તમામ કામો હાલ પ્રગતિ હેઠળ છે જે ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તેમ મહાપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની યાદીમાં જણાવાયું છે.