મોરબી : નવયુગ કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગીતા જયંતી અને વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિવિધ વિભાગો દ્વારા સંયુક્ત રીતે ઉપયોગી અને માર્ગદર્શક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.BCA વિભાગના વિદ્યાર્થીઓએ ગીતા જયંતીની ઉજવણી નિમિત્તે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે સુંદર પોસ્ટરો તૈયાર કરીને 'કર્મ કરો, ફળની ચિંતા ન કરો' અને 'યોગઃ કર્મસુ કૌશલમ્' જેવા પ્રેરણાદાયી સૂત્રો દ્વારા ગીતાનું જ્ઞાન સરળ ભાષામાં રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓએ ડિજિટલ યુગમાં ગીતાના ઉપદેશોની ઉપયોગીતા સમજાવતા સંક્ષિપ્ત વક્તવ્ય પણ આપ્યા હતા.B.Sc. કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ અનોખી રીતે ગીતા જયંતી ઉજવી હતી. તેમણે ગીતાના ટૂંકા સાર અને જીવનમૂલ્યો પોતાના વિચારો સાથે લખીને જુનિયર વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપ્યા હતા, જેનો હેતુ યુવાનો ગીતાનો સાર જીવનમાં ઉતારે તેવો હતો.વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે નવયુગ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વીરપર ગામ, લજાઈ ગામ અને PHC સેન્ટર ખાતે જાગૃતિ ફેલાવતું નાટક રજૂ કર્યું હતું. આ નાટકમાં એઇડ્સના કારણો, નિવારણ, સારવાર અને ગેરમાન્યતાઓ અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. સાથે જ એઇડ્સ દર્દીઓ પ્રત્યે ભેદભાવ ન રાખવાનો માનવતાપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સ્થાનિક ગ્રામજનો અને PHC સ્ટાફે આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ તમામ કાર્યક્રમો સંસ્થાના પ્રમુખ કાંજિયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયા હતા, જે વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતા, આરોગ્ય પ્રત્યેની જવાબદારી અને સમાજ સેવાની ભાવના મજબૂત બનાવનાર રહ્યા હતા.