મોરબી: ભારતીય સંવિધાનના ઘડવૈયા અને મહા માનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનમાં સર્વ દલિત સમાજ, મુસ્લિમ સમાજ સહિત તમામ સમાજના લોકોએ એકસાથે જોડાઈને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.મોટી સંખ્યામાં લોકો નેહરુ ગેટ ચોકથી કેન્ડલ માર્ચ સ્વરૂપે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોચ્યા હતાં. જ્યાં સૌ લોકોએ સાથે મળીને સંવિધાનના આમુખનું વાંચન કર્યું હતું. ત્યારબાદ બાબાસાહેબને યાદ કરીને કેન્ડલ અને તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પત્રકાર મિત્રો, પોલીસ પરિવાર અને વેપારી સંગઠનનો પણ સારો સહકાર પ્રાપ્ત થયો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.