મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા 6 ડિસેમ્બરના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિનને 'સમરસતા દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે હળવદ અને વાંકાનેર ખાતે સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.ABVP હળવદ શાખા દ્વારા પારંગત કૉલેજ ખાતે સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગોષ્ઠિમાં વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સુરેન્દ્રનગર જિલ્લાના સહ-કાર્યવાહ નિલેષભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ABVP વાંકાનેર શાખા કે.કે. શાહ હાઈસ્કૂલમાં વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક એડવોકેટ ભૂપતભાઈ લૂંભાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.