મોરબી: પોતાની સાધનાને પુષ્ટ કરવા માટે મોરબીના જૂના વિપશ્યના સાધકો માટે એક ખાસ એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ભાગ લેવા માટે સાધકે ઓછામાં ઓછી એક દસ દિવસની વિપશ્યના શિબિર પૂર્ણ કરેલી હોવી ફરજિયાત છે.આ શિબિર 07 ડિસેમ્બર, 2025 ને રવિવારના રોજ સવારે 08:00 થી બપોરના 01:00 વાગ્યા સુધી ડોલ્સ એન ડ્યુડ્સ સ્કૂલ, રત્નકલા એક્સપોર્ટ (હીરાવાળા ગાંધીનાં કારખાનામાં), સ્કાય મોલની બાજુમાં, ઉમિયા સર્કલથી થોડેક આગળ, શનાળા રોડ, બીજો માળ, મોરબી ખાતે યોજાશે. જેમાં રાજકોટથી વિપશ્યના ટીચર ઉમાબેન પટેલ સેવા આપશે.જૂના સાધકો અને સાધિકાઓને આ વન ડે શિબિરનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે શિબિરમાં જોડાવા ઇચ્છતા જૂના સાધકો માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે હસમુખભાઈ (9925726611), મનસુખભાઈ (8264132301), શૈલેષભાઈ (9825643623), પારસભાઈ 9913441134 અને વિરલબેન 9909114584 સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.