વિવિધ જગ્યાએ 11 દિવસ સુધી બટુક ભોજન કરાવાયું : સેવાકીય અને સામાજિક સંસ્થાઓને અનુદાન અપાયુંમોરબી : વાંકાનેરના કણસાગરા (પ્રજાપતિ) પરિવાર દ્વારા પુત્રને શ્રદ્ધાંજલિ રૂપે અનેક સેવાકાર્યો હાથ ધરાયા છે. જેમાં વિવિધ જગ્યાએ 11 દિવસ સુધી બટુક ભોજન કરાવાયું છે. આ સાથે સેવાકીય અને સામાજિક સંસ્થાઓને અનુદાન અપાયું છે. તાજેતરમાં વાંકાનેરના ગૌતમભાઈ સુરેશભાઈ કણસાગરાનો પુત્ર જૈમિલ (ઉ.વ.13) જે મહેસાણામાં અભ્યાસ કરતો હતો. ફૂટબોલ રમતી વેળાએ ઓચિંતા હાર્ટ એટેકથી તેનું નિધન થયું હતું. સદગત જૈમિલ કણસાગરા પરિવારનો લાડકવાયો હતો. તેમને શ્રદ્ધાંજલિ રૂપે ગૌતમભાઈ સુરેશભાઈ કણસાગરા, સુરેશભાઈ દેવકરણભાઈ કણસાગરા, જગદીશભાઈ દેવકરણભાઈ કણસાગરા, મહેન્દ્રભાઈ દેવકરણભાઇ કણસાગરા, ગૌતમભાઈ, ધવલભાઈ, અંકિતભાઈ, પાર્થભાઈ, પ્રિયંકભાઇ, કિયાન, ખુશ, રુદ્ર, મંથન સહિતના પરિવારજનોએ અનેક સેવાકાર્યો હાથ ધર્યા છે. જેમાં વાંકાનેરની રામકૃષ્ણ કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય અને વિનયગઢ પ્રાથમિક શાળામાં તથા આસપાસના વિસ્તારોમાં 11 દિવસ સુધી દરરોજ 700થી વધુ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું છે. આ સાથે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ સંચાલિત બાલસભામાં બાળકોને નાસ્તો અપાયો હતો. આ ઉપરાંત ગૌશાળાઓ, પ્રજાપતિ સમાજની વાડીઓ સહિત સેવાકીય અને સામાજિક સંસ્થાઓમાં અનુદાન આપ્યું છે.