સીસીટીવી ફુટેજના આધારે એક આરોપી ઓળખાયોવાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામમાં આવેલ બુટ ભવાની માતાજીના મંદિરમાં દર્શન કરવાને બહાને બે અજાણ્યા ઈસમોએ ચાંદીના 500 ગ્રામ વજનના બે છતરની ચોરી કરતા સીસીટીવી ફુટેજના આધારે એક વ્યક્તિના નામજોગ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરી અંગેની ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામમાં આવેલ બુટભવાની માતાજીના મંદિરમાં ગત તા.29ના રોજ ચાંદીના 500 ગ્રામ વજનના બે છતરની ચોરી થઈ જતા માતાજીના ભુવા હેમંતભાઈ ઘુડાભાઈ રંગપરાએ સીસીટીવી ફુટેજમાં ચોરી કરતા દેખાતા આરોપી વિપુલ ઉર્ફે પ્રવીણ મીઠાભાઈ જાદવ રહે.મોટી મોલડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર અને તેની સાથે રહેલા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ રૂ.40 હજારના ચાંદીના છતર ચોરી કરવા અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.