રાષ્ટ્ર નિર્માણ અને માનવતા પ્રત્યેનું તેમનું યોગદાન અવિસ્મરણીય, માટે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવાની માંગમોરબી: રાજ્યસભાના સભ્ય કેશરીદેવસિંહ ઝાલાએ ગૃહમાં મહત્ત્વપૂર્ણ માંગ રજૂ કરીને નવાનગર (જામનગર)ના પૂર્વ રાજવી જામ સાહેબ નેક નામદાર દિગ્વિજયસિંહજી જાડેજાને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' એનાયત કરવાની ભલામણ કરી છે.જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાનું રાષ્ટ્ર નિર્માણ અને માનવતા પ્રત્યેનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. તેમણે સ્વતંત્રતા ચળવળ દરમિયાન સૌરાષ્ટ્રના 217 રજવાડાઓને એકઠા કરવામાં અને ભારતીય સંઘમાં જોડાણ માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમનું ભારતીય આર્મીમાં યોગદાન અને સોમનાથ મંદિરના પુન:નિર્માણમાં તેમનો સહકાર નોંધનીય છે.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેમણે પોતાની સરહદો ખોલીને પોલેન્ડના નિરાશ્રિત બાળકોને આશ્રય આપી માનવતાનો અદ્ભુત ધર્મ નિભાવ્યો હતો. ઈઝરાયેલ અને પોલેન્ડ જેવા દેશોએ તેમના આ સદ્કાર્યોની સ્મૃતિમાં તેમને વિશેષ સન્માન અર્પણ કર્યું છે. ત્યારે કેશરીદેવસિંહે જણાવ્યું હતું કે, દેશ માટે અનેક રીતે યોગદાન આપનાર જામ સાહેબને 'ભારત રત્ન' એનાયત કરવું એ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ હશે.