મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તા. 8-12-2025ને સોમવારનાં રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ઓ થી 15 વર્ષ સુધીના બાળકોને ટીપાં પીવડાવવામાં આવશે. મોરબીની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે વિનતી કરવામાં આવે છે. આ કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો ફ્રી સેવા આપશે. આ ટીપાં પીવડાવવા માટે ઘણી બધી જગ્યા એ કેમ્પ ચાલે છે, પણ મોરબીમાં આ કેમ્પ મા બધાથી વિશેષ બાળકો અંદાજિત 150 બાળકો લાભ લે છે. વધુ માહિતી માટે મોબાઈલ નં. 9427213999નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.