12680 મણ કપાસની આવક, ભાવ 1551 રૂ. પ્રતિ મણ સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 5 ડિસેમ્બર ને શુક્રવારના રોજ 2536 ક્વિન્ટલ એટલે કે 12680 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1551 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 852 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1330 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 572, તલના 2078, જીરુંના 3860, બાજરાના 571, મગના 1601, અડદના 1130, ચણાના 1017, એરંડાના 1300, કાળા તલના 5050, સીંગદાણાના 1266 અને સોયાબીનના 881 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 900, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 1100, ટમેટાના 700, કોબીજના 300, કાકડીના 600, લીંબુના 400, દુધીના 440 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 260 સુધીના બોલાયા હતા