મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં તારીખ 13 ડિસેમ્બર, 2025 ને શનિવારના રોજ 'જશ્ને મદારૂલ આલમિન'ના પવિત્ર મોકા પર ઉર્ષ હુઝુર શૈખુલ હિન્દ વ અનવારે મિલ્લત (ર.અ.) મુબારકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે, વાંકાનેરના ગુલશન પાર્ક, ચીશ્તીયા મસ્જિદ પાસે એક શાનદાર ધાર્મિક જલસાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાએઝ શરીફ અને નાત શરીફ રજૂ કરવામાં આવશે.આ જલસામાં ખાસ મહેમાન તરીકે હઝરત અલ્લામા અશ્શાહ મુફ્તી સૈયદ શજરઅલી કિબ્લા જાફરી વકારી મદારી (ફાઝીલે સાઉથ આફ્રિકા), મકનપુર શરીફ, સૈયદ સોહૈલ કાદરી ફાતમી (ફાઝીલે નૌ જવાન), હાફીઝ સમીર અસરફી (પેશ ઈમામ, ખીજડીયા) તેમજ મૌલાના મઝીદબાપુ (નાની ચિરઈ) હાજરી આપશે. તમામ મુસ્લિમ બિરાદરોને આ ધાર્મિક કાર્યક્રમમાં ખાસ હાજરી આપી સવાબેદારીન હાંસલ કરવા આયોજક ઈમ્તિયાઝ દિવાન અને સિકંદર બાપુની યાદીમાં જણાવાયું છે.