મોરબી : મોરબીના બાણગંગાની જગ્યા ધુળકોટના મહંત ભગવાનદાસના શિષ્ય ભરતદાસજી માતાજીએ છેલ્લા દોઢ-બે વર્ષથી નર્મદાકાંઠે ચાણોદમાં પણ આશ્રમની જગ્યા રાખી છે. તેથી નર્મદાકાંઠે જતા ભક્તોને આ જગ્યાનો લાભ લેવા ભરતદાસજી માતાજી દ્વારા જણાવાયું છે.મહત્વનું છે કે, બાણગંગા ધુળકોટના મહંત ભગવાનદાસતી વર્ષ 2014માં દેવ થઈ ગયા હતા. ત્યારે તેમના શિષ્ય ભરતદાસજી માતાજીએ આશરે બે વર્ષ પહેલા પોતાના આશ્રમની જગ્યા બાણગંગાથી નર્મદા કાંઠે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાણોદના રૂણમુક્તેશ્વર મહાદેવ મંદિર, નર્મદા સેવા આશ્રમ ખાતે રાખી છે. આ આશ્રમ ખાતે અનેક લોકો સાધના અને ભક્તિ કરવા આવતા હોય છે. મોરબીથી પણ દર વર્ષે મનુભાઈ પટેલ (નાની વાવડી) સહિતના લોકો રામધૂન કરવા આવે છે. આ વર્ષે પણ 17 અને 18 તારીખ આસપાસ મોરબીથી 80 જેટલા લોકો આ આશ્રમે જવાના છે. આ આશ્રમ ખાતે દર વર્ષે ગંગા દશેરા ઉત્સવ નવ દિવસ સુધી ઉજવાય છે. તો નર્મદા કાંઠે જતા ભક્તોને આ આશ્રમની મુલાકાત લેવા મહંત ભરતદાસજી માતાજીએ જણાવ્યું છે. વધુ માહિતી માટે મો.નં. 90168 81344 પર સંપર્ક કરવા જણાવાયું છે.