ઉંચી માંડલથી તળાવિયા રોડ પર નડતરરૂપ ૧૧ કેવીની વીજ લાઇનોને અન્ડર ગ્રાઉન્ડ કરવા વીજ અધિકારીને આપી સૂચના, બ્રિજ- રોડની મુલાકાત લઈ તેનું પણ નિરીક્ષણ કર્યુંમોરબી : હળવદ રોડ પર આવેલા ઉદ્યોગોના પ્રશ્નોને લઈ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ કેટલાક પ્રશ્નો માટે સ્થળ ઉપરથી જ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠક એકોર્ડ સ્લેબ ટાઇલ્સમાં યોજાય હતી. જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈને ઉંચી માંડલથી તળાવિયા રોડ પર બને સાઇડની ૧૧ કેવીની વીજ લાઇનો ટ્રાફિકને અડચણરૂપ થતી હોવાની રજુઆત મળતા તેઓએ સ્થળ પરથી જ પીજીવીસીએલના સબંધીત અધિકારીને આ વીજ લાઈન અન્ડર ગ્રાઉન્ડ કરી વીજપોલ હટાવવાની સૂચના આપી હતી.આ ઉપરાંત એકોર્ડ સિરામિક પાસે નર્મદા કેનાલ ઉપરનના બ્રિજને પહોળો કરવા નર્મદા વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાથે તળાવિયા શનાળા ગામથી નીચી માંડલના કાચા માર્ગને સીસી બનાવવા તેમજ ઘુંટુ ગામથી તળાવિયા શનાળા રોડ સુધીના કાચા માર્ગને સીસી તેમજ તળાવિયા શનાળા સીસી રોડને પહોળો બનાવવા સ્થળ વિઝિટ કરી હતી. આ મિટિંગમા સિરામિક એસોસિએશનના પુર્વ પ્રમુખ નરભેરામભાઇ સરડવા, પુર્વ ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત, કેપેક્સિલના સિરામિક પેનલ ચેરમે નિલેશભાઈ જેતપરિયા, નિલસન ગૃપના સંજયભાઈ માકાસણા સાથે અગ્રણી ઉદ્યોગપતિ ભગવાનજીભાઈ, કેતનભાઈ (બાથેરો ગ્રુપ), જીતુભાઈ (લેવીસ ગ્રુપ) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.